નસવાડીના અન્ન પુરવઠા વિભાગના ગોડાઉન મેનેજર દારૂ પીધેલ હાલતમાં ઝડપાયો છતાં તંત્ર છાવળ્યો

નસવાડીના અન્ન પુરવઠા વિભાગનો ગોાડઉન મેનેજર જે દા‚ પીધેલ હાલતમાં ઝડપાયો હતો. તેની સામે પગલા લેવાને બદલે પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીએ માત્ર તેની છોટાઉદેપુર બદલી કરીને સંતોષ માણી લીધો છે. પોલીસ તપાસમાં ગોડાઉન મેનેજર કલેડીયા ચોકડી પાસે દા‚ પીધેલી હાલતમાં ઝડપાયો હતો.

અગાઉ નસવાડી ખાતે ફરજ બજવાવતા આકાશ જી ગાવિત પોલીસ તપાસમાં કલેડીયા ચોકડી પાસે પીધેલી હાલતમાં ઝડપાયો હતો. તેની સામે કેસ પણ નોંધાયો હતો. જેની જાણ ઉચ્ચ અધિકારીને કરાઈ હતી. પીધેલી હાલતમાં ઝડપાયેલો ગોડાઉન મેનેજર સામે અનેક ફરિયાદો ઉઠી ચુકી છે. સસ્તા અનાજના સંચાલકોને માલ ઓછો આપવાનો તેમજ દુકાનદારો સામે યોગ્ય વર્તન નહિ કરાતા સંચાલકો અને તેની વચ્ચે અનેકવાર ઝધડાઓ થયા છે. તેવામાં આકાશ ગોવિત પીધેલી હાલતમાં ઝડપાયા બાદ તેની છોટાઉદેપુર જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે. જયારે તેના સ્થાને છોટાઉદેપુર મેનેજર પ્રમોદ પરમારની નિમણુંક કરવામાં આવી છે. પીધેલી હાલતમાં ઝડપાયેલા ગોડાઉન મેનેજર સામે ગંભીર પગલા લેવાને બદલે માત્ર તેની બદલી કરી અધિકારીઓએ સંતોષ માણી લેતા તેની સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.