
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૨૬ ફેબ્રુઆરી થી તા. ૧૮ માર્ચ-૨૦૨૬ દરમિયાન યોજાશે.
આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્ય્વિજ્ઞાન પ્રવાહની નિયમિત/રિપીટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ શ થનાર છે. ત્યારે દાહોદ જીલ્લામાં સંપૂર્ણ સુચા રીતે પરીક્ષા યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને આ પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુસર જીલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને દાહોદ જીલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ દાહોદ શહેર ઉપરાંત જીલ્લાના તાલુકા-ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઇપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવાની સાથે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ-સુરક્ષા પ્રદાન, વીજ પુરવઠો ક્લાસમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવા કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું.
જીલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યો સાથે કલેકટરએ જે શાળામાં પરીક્ષા હોય તે શાળાના આચાર્ય સહિતના સ્ટાફને અન્ય શાળામાં અને અન્ય શાળાના સ્ટાફને જે તે અન્ય શાળામાં ફાળવવા. સ્માર્ટ સીટીના બિલ્ડીંગથી તમામ પરીક્ષા બિલ્ડીંગોનું ઓનલાઈન મોનીટરીંગ કરવું. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને યોગ્ય પોલીસ બંદોબસ્ત ઝોન ખાતેના સ્ટ્રોંગ મ અને તમામ પરીક્ષા બિલ્ડીંગો પર ગોઠવવા ઉપસ્થિત નાયબ જીલ્લા પોલીસ અધિક્ષકને કહેવામાં આવ્યું હતું. આ બેઠક દરમ્યાન જીલ્લા શિક્ષણાધિકારી એચ.એલ.દામા, જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત, નાયબ પોલીસ અધિક્ષક દાહોદ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.