અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ.
પી.એમ. શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા (જીલ્લા દાહોદ-૨) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ માટે ધોરણ-૬માં પ્રવેશ મેળવવા યોજાનારી જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા (JNVST-2027)તા.૨૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાશે.
આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની અગાઉની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૬ હતી. હવે વહીવટી કારણોસર અરજી કરવાની સમયમર્યાદા વધારીને ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી કરવામાં આવી છે.
જીલ્લાના તમામ પાત્ર વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને આ તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. ઉમેદવારો નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટwww.navodaya.gov.inપર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.
વધુ માહિતી માટે પી.એમ. ુશ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, લીમખેડા (દાહોદ-૨)નો સંપર્ક કરવા આચાર્યએ અનુરોધ કર્યો છે.