જાંબુઘોડ પોલીસે છોટાઉદેપુર-અમદાવાદ રૂટ ની બસ માંથી ૧૧૦ ઈંગ્લીશ દારૂઝડપાયો

જાંબુઘોડા પોલીસે છોટાઉદેપુર-અમદાવાદ રૂટની એક જઝ બસમાંથી વિદેશી દારૂ ના ૧૧૦ ક્વાર્ટરિયા સાથે એક વ્યક્તિને પકડ્યો છે. પોલીસે જાંબુઘોડા મેઇન રોડ પર દરોડો પાડી આ કાર્યવાહી કરી હતી. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, ગુજરાત જઝ નિગમની બસમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ની હેરાફેરી થઈ રહી છે. આ બસ છોટાઉદેપુરથી અમદાવાદ જઈ રહી હતી.

આ બાતમીના આધારે જાંબુઘોડા પોલીસે મેઇન રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસે બસને રોકાવીને તપાસ કરી. બસના લગેજ ખાનામાં રાખેલા એક કાળા થેલામાંથી ભારતીય બનાવટના વિદેશી દા‚ના ૧૧૦ ક્વાર્ટરિયા મળ્યા હતા. પોલીસે દારૂ ના જથ્થા સાથે છોટાઉદેપુરના નવા ફળિયામાં રહેતા પ્રીતેશભાઈ સુરેશભાઈ ભોઈ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જાંબુઘોડા પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.