જાંબુધોડાના ખાંડીવાવ કંચન નગરીમાં એકલી રહેતી મહિલાની લાજ લેવાના ઈરાદે સતામણી કરતા આરોપી સામે ફરિયાદ

જાંબુધોડા તાલુકાના ખાંડીવાવ કંચન નગરીમાં રહેતા આરોપી ઈસમે ફરિયાદી બેન એકલા રહેતા હોય જેનો લાભ લેવા માટે ફરિયાદી બહેન સાથે અધટીત વર્તન કરી તેમજ રાત્રી સમયે ખોટા ઈરાદે દરવાજો ખખડાવી સતામણી કરેલ હોય આ બાતે જાંબુધોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

જાંબુધોડા તાલુકાના ખાંડીવાવ કંચન નગરીમાં રહેતા આરોપી સુપેશ મનોજભાઈ લુહારીયા જે ફરિયાદી બહેન એકલા રહેતા હોય જેથી વહેલી સવાર ધર આગળ આવી ગંદી હકરતો કરી હતી અને અધટીત માગણી કરી હતી અને રાત્રીના ૧૨ વાગ્યાના સમયે ફરિયાદી બહેનની લાજ લેવાના ખોટા ઈરાદાથી ધરનો દરવાજો ખખડાવી સતામણી કરેલ હોય આ બાબતે જાંબુધોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.