ગોધરા બગીચા રોડ શ્વરા સિલેકશનમાં ડ્રેસ લેવાના બહાને આવેલ ચાર મહિલાઓ ૨૨ ડ્રેસ કિંમત ૧૬,૫૦૦/-ની ચોરી કરી જતાં ફરિયાદ

ગોધરા શહેર બગીચા રોડ ઉપર આવેલ શ્ર્વરા સીલેકશન નામાની દુકાનમાં તા.૧૨ ફેબ્રુઆરીના રોજ ચાર અજાણી મહિલાઓ ડ્રેસ લેવા માટે આવી હતી અને વારાફરતી ડ્રેસ ચેન્જ કરવાના બહાને કુલ ૨૨ ડ્રેસ કિંમતરૂ.૧૬,૫૦૦/-ની કોઈ રીતે છુપાવીને ચોરી કરી જતાં આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરાના બગીચા રોડ ઉપર આવેલ શ્ર્વરા સિલેકશન નામની ફરિયાદી નરેશકુમાર ક્રિષ્ણાની દુકાનમાં તા.૧૨ ફેબ્રુઆરીના રોજ ચાર વાગ્યાના સમયે ચાર અજાણી મહિલાઓ ડ્રેસ લેવાના બહાને આવી હતી અને વારાફરતી ડ્રેસ ચેન્જ કરવાના બહાને ચેંજીગ રૂમમાં ગઈ હતી અને દુકાન માંથી ડ્રેસ નંગ-૨૨ કિંમત રૂ૧૬,૫૦૦/-ની કોઈ રીતે ચોરી છુપીથી ચોરી કરી ગયેલ હોય વેપારીએ કપડાના સ્ટોકની ખાતરી કરી તપાસ કરતા ૨૨ ડ્રેસની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણી મહિલાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.