હોળીના તહેવારના ગણતરીના દિવસ બાકી છે, ત્યારે ઘોઘંબા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો

હોળીના તહેવારના ગણતરીના દિવસ બાકી છે ત્યારે ઘોઘંબા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હોળી એટલે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લાના આદિવાસી સમાજમાં મહત્વનો તહેવાર ગણાય છે આ તહેવાર આવતાની સાથે જ જીલ્લાના વતની હોય તેવા લોકો પોતાના કામ ધંધા છોડીને પોતાના માદરે વતન પરત પાછા ફરતા હોય છે.

હોળીના તહેવારમાં લોકોનો બજારમાં ખરીદીનો માહોલ પણ ખૂબ જામતો જોવા મળે છે. પરંતુ હાલમાં મોંઘવારી એ માજા મૂકી ત્યારે બજારોમાં હોળીની ખરીદીનો માહોલ મંદ જોવામળી રહ્યો છે. વેપારીઓ માટે પોતાના ધંધા-રોજગાર કરવાનો સમય પણ આ જ હોય છે. પરંતુ લોકોમાં ખરીદીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને ખરીદીનું ગ્રહણ લાગી હોય તેવા માહોલ આ વર્ષે તહેવારોની ઉજવણીમાં જોવા મળે છે.

હોળી એટલે રંગો નો તહેવાર કહેવાય છે હોળીના તહેવારને વસંતોત્સવ પણ કહેવાય છે. ઢોલ, નગારા અને શરણાઈ સાથે વિવિધ સ્થળોએ મેળાની રમઝટ સાથે ગામડાંની પ્રજા હોળીના રંગો ખેલવા નીકળી પડે છે અને આનંદ ઉત્સવ મનાવે છે. આ દિવસોમાં લોકો જાણે ચણા, ખજૂર,સાકર-હાર અને ગોળીની ખરીદી કરે છે. બજારમાંથી મળતી આવી તમામ વસ્તુઓ ખાવાનો આનંદ પણ મેળવે છે. આ વસ્તુઓ પોતાના આડોશ-પાડોશ સગા સંબંધીઓને પણ લહાણી કરવાનો અનેરો અવસર હોય છે.