હાલોલમાં યમુના કેનાલની સફાઇ ના અભાવે બે ઈંચ વરસાદમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

હાલોલ પંથકમાં સોમવારની વહેલી સવારે ભારે વરસાદની શ‚આત થઇ હતી. હાલોલ શહેરમાં ૨ ઇચ વરસાદ વરસતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જન જીવનને ભારે અસર થઈ હતી.

બીજી તરફ નગરપાલિકાના અણઘડ વહીવટને લઈ લોકોને ભારે હાલાકી સાથે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ‚ા.૧૨૫ કરોડના ખર્ચે બનાવેલ ભૂગર્ભ ગટર યોજના તદ્દન નિષ્ફળ જતા તથા પાઇપો નાખવા રોડ રસ્તા ખોદયા બાદ ફરીથી રોડ કાર્પેચિંગ ન કરતા મસમોટા ભુવા પડી ગયા છે.

પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ જામતા પગથિયાં પરથી પાણીના ઝરણાં વહેતા વાદળછાયા વાતાવરણ અને આહલાદક પ્રાકૃતિક સુંદરતા વચ્ચે મા કાલીના દર્શનાર્થે આવેલા ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા.

શહેરી વિસ્તારમાં પાણી તળ ઉંચા રહે માટે પાલિકા દ્વારા કરોડોના ખર્ચ યમુના કેનાલ બનાવાઈ છે. પણ પાલિકા દ્વારા ચોમાસા પહેલા કેનાલની મરામત કે સાફ સસફાઈ ન કરાતા કેનાલનું પાણી તળાવની જગ્યાએ શહેરના મુખ્ય બજાર સહિત કસબા રેંકડી કોઠીફળિયામાં ફરી વળતા લોકો, વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યુ છે.