ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાના પ્રા.આ.કે -ચાકલીયા ૪ના તળાવા વિસ્તારમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૧૭૫ લાભાર્થીઓના પોર્ટેબલ એક્સ-રે લેવાયા

જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન.

સમયસર તપાસ અને સારવારથી ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું.

ગોવિંદ ગુ‚ લીમડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાકલિયાના સબ સેન્ટર ચાકલીયા-૦૪ (તળાવા) ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત પોર્ટેબલ એક્સ-રેનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત, જીલ્લા ક્ષય અધિકારી ડો. આર.ડી. પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ અભિયાન દરમિયાન વિવિધ કેટેગરીના કુલ ૧૭૫ લાભાર્થીઓના પોર્ટેબલ એક્સ-રે લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓની ઊંચાઈ, વજન, એચ.આઈ.વી. તપાસ, રક્તમાં શુગર તપાસ સહિતની જ‚રી આરોગ્ય તપાસો પણ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ.ટી.એસ. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાકલીયાના તમામ સ્ટાફની સક્રિય હાજરી અને સહકાર નોંધપાત્ર રહ્યો. આ ઝુંબેશ દ્વારા સમયસર તપાસ અને સારવારથી ક્ષયરોગ (ટીબી)ના કેસોની ઓળખ કરી, ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.