ગોધરા ઓડીદ્રાના બુટલેગરના કાંકણપુર પોલીસ મથકના પ્રોહિબીશન ગુનામાં પાસા હેઠળ ઝડપી પલાસા જેલમાં મોકલી આપતી એલ.સી.બી.પોલીસ

ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ મથકના પ્રોહિબીશન ગુનાના આરોપી હોય આરોપી અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. આ પાસાની દરખાસ્ત મંજુર કરી કચ્છ-ભુજ જેલમાં મોકલી આપવાના હુકમ કર્યો હતો. એલ.સી.બી.પોલીસે આરોપીની ધરપકડ કરી કચ્છ-ભુજ જેલમાં મોકલી આપ્યો હતો.

ગોધરા તાલુકાના ઓડીદ્રા ગામના કુખ્યાત બુટલેગર નીરવ પરમાર જે કાંકણપુર પોલીસ મથકના પ્રોહિબીશન ગુનાનો અ ારોપી હોય સતત વધતી જતી અસામાજીક પ્રવૃતિઓને ધ્યાનમાં રાખીને પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપી હતી. આ પાસાની દરખાસ્ત મંજુર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ અજય દહીયા દ્વારા કચ્છ-ભુજ પલાસા જેલનો હુકમ કર્યો હતો. હુકમના આધારે એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે નીરવકુમાર પરમારને ઝડપી પાડીને કચ્છ-ભુજ પલાસા ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.