
ગોધરા શહેર મેશરી નદીના કિનારા ઉપર વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગની રેઈડ દરમિયાન 13 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી અને રૂા.2.63 લાખનો મુદ્દામલ જપ્ત કર્યો હતો. રેઈડ દરમિયાન 11 ઈસમો નાશી છુટવામાં સફળ રહ્યા હતા.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને ગોધરા શહેર મેશરી નદીના કિનારા ઉ5ર ચાલતા વરલી મટકાના અાંકડાના જુગાર બાતમી મળી હતી. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલએ રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઈરફાનમીયા ઈશાકમીયા મલેક, અબરાર મહેબુબમીયા મલેક, જીતેન રતિલાલ પ્રજાપતિ, રોગીન સલામભાઇ રાઠોડ, ફિરોજખાન રસુલખાન પઠાણ, બિલાલ અબ્દુલ ગફારભાઇ શેખ સહિતના ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગારધામ સ્થળ ઉપરથી રૂા.26,200/- રોકડા, 12 મોબાઈલ ફોન કિંમત રૂા.37,500/-, 10 વાહનો કિંમત રૂા.20,000/-, 440 પ્લાસ્ટીક ટોકન અને રેગીંગ બેગ સહિત કુલ રૂા.2,63,700/-ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.