ગરબાડાના માતવા ગામે ઢોર ચરાવવા બાબતે હુમલામાં આધેડનુ મોત

ગરબાડા તાલુકાના માતવા ગામની નવી વસાહત ફળિયામાં ઢોર ચરાવવાના મામલે થયેલ બોલાચાલીનો ક‚ણ અંજામ આવ્યો હતો. ખેતરમાં ઢોર ચરાવવા મુદ્દે થયેલા ઝધડામાં એક વ્યક્તિએ લાકડી વડે હુમલો કરતા ગંભીર રીતે ધવાયેલા ૪૦ વર્ષિય ૫ાંગળાભાઈ મિનામાનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. બનાવને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

ગરબાડા તાલુકાના માતવા ગામના પાંગળાભાઈ મિનામા તેમના કુટુંબી રાકેશભાઈ સાથે ગામના નાકાવાળા ખેતરમાં ઢોર ચરાવવા ગયા હતા. તે દરમિયાન ગામના પલાસ ફળિયામાં રહેતો ગમુભાઈ કુરબાનભાઈ પલાસ ત્યાં આવ્યો હતો. પોતાની જમીનમાં રોજ ઢોર ચરાવવા મુદ્દે પાંગળાભાઈ સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન ગમુભાઈ ઉશ્કેરાઈ જઇ પાંગળાભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી લાકડી વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. લાકડીના ફટકા વાગતા પાંગળાભાઈ જમીન પર જ ઢળી પડ્યા હતા. ત્યારે શરીરના અન્ય ભાગોમાં પણ માર માર્યો હતો. બુમાબુમ થતાં મથુરભાઈ સુરસીંગભાઈ પલાસ, મહેન્દ્રભાઈ મથુરભાઈ પલાસ, લક્ષ્મણભાઈ ગમુભાઈ પલાસ, ચતુરભાઈ સુરસીંગભાઈ પલાસ, મસુલભાઈ સુરસીંગભાઈ પલાસ અને મિથુનભાઈ ચતુરભાઈ પલાસ સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ફરિયાદમાં આ છ વ્યક્તિઓએ પણ પાંગળાભાઈને માર માર્યો હોવાની શંકા વ્યકત કરાઈ છે. ધટનાની જચણ થતાં પરિવારજનો તથા અન્ય લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. પાંગળાભાઈ બેભાન હાલતમાં જોતા તાત્કાલિક એમ્બ્યુલન્સને મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સંદર્ભે મૃતકના ભાઈ મલસીંગભાઈ મિનામાની ફરિયાદના આધારે જેસાવાડા પોલીસે ૬ લોકો સામે હત્યાનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.