ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તરફથી આપવામાં આવનાર દિવ્યાંગ પારિતોષિક માટે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ અંધ, બહેરા, મૂંગા, અપંગ તેમજ રક્તપિત તથા મંદબુદ્ધિવાળા કર્મચારીઓ તથા સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા “નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરો ને વર્ષ ૨૦૨૫ દિવ્યાંગ પારિતોષિક આપવાનું હોવાથી કચેરી ખાતેથી તારીખ ૦૯/૦૨/૨૦૨૬થી અરજી પત્રક મેળવી શકશે.અને ૨૮/૦૨/૨૦૨૬ સુધી અરજી સ્વીકારશે દિવ્યાંગ કલ્યાણ પારિતોષિક માટેની અરજીનો નમૂનોhttps://anubandham.gujarat.gov.in/notice-board પર મુકવામાં આવેલ છે.
આથી દાહોદ જીલ્લાના ઉમેદવારોને વધુને વધુ લાભ મળે તે હેતુથી દાહોદ જીલ્લાના શારીરીક ક્ષતિ ધરાવતા અંધ, બહેરા, મૂંગા, અપંગ તેમજ રક્તપિત તથા દિવ્યાંગ કર્મચારીઓ તથા સ્વ રોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા “નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી સમેન્ટ ઓફિસરો ને વર્ષ ૨૦૨૫ માં રાષ્ટ્રીયઅને ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તરફથી આપવામાં આવનાર દિવ્યાંગ કલ્યાણ પારિતોષિક માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજીનો નમુનો ખાતાની વેબસાઈટ https://anubandham.gujarat.gov.in/notice-board પરથી તથા જીલ્લા રોજગાર કચેરી, દાહોદ, જીલ્લા સેવા સદન ત્રીજો માળ ખાતેથી વિનામુલ્યે તા-૨૮-૦૨-૨૦૨૬ સુધીમાં મળી શકશે. ભરેલ અરજી ફોર્મ તા. ૨૮-૨-૨૦૨૬ સુધી સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે કચેરીના હેલ્પ લાઇન નંબર (૦૨૬૭૩) ૨૩૯૧૫૯ પર સંપર્ક કરવાનો રહેશે એમ રોજગાર અધિકારી દાહોદ દ્વારા જણાવાયું છે.