ઘોઘંબાના રીંછવાણી ગામના સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો હુકમ રદ્દ કરાયો

ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામના સરપંચ અને ઉપસરપંચે કરેલા દબાણ દુર કરવાને બદલે યથાવત રાખ્યા હતા. જેની તપાસ ઘોઘંબા ટીડીઓ દ્વારા રિપોર્ટ ડીડીઓને મોકલ્યો હતો. રિપોર્ટના આધારે ઘોઘંબા તાલુકાની રીંછવાણી ગ્રામ પંચાયતના સરપંચ જશવંતસિંહ સોમસિંહ પટેલિયાને હોદ્દા પરથી દુર કરવા હુકમ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યો હતો. આ આદેશ સામે ગુજરાત રાજયના અધિક વિકાસ કમિશનર યોગેશ નિરગુડે દ્વારા ઈ-સહીથી જારી કરાયેલા આદેશમાં ડીડીઓનો અગાઉનો હુકમ રદ્દ કરી વિકાસ કમિશનરના હુકમમાં જણાવાયુ છે કે, વિવાદિત કૃત્યની સામે બચાવતી તક, નોટિસ આપી, ફરીથી હુકમ કરવો જ‚રી છે. આથી સમગ્ર કેસને રિમાન્ડ કરી મુખ્ય મુદ્દાના આગમન અંગે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.