દે.બારીઆ તાલુકાના નંગવાવ ગામે રહેતા ગિરીશ જયસિંહ રાઠવાની પત્નિ દક્ષાબેન રાઠવાનુ ગત તા.૧૯ ઓગસ્ટના રોજ બે બાળકીઓને જન્મ આપ્યા પછી મોત નીપજતાં પતિ ગિરીશ રાઠવાને મનમાં લાગી આવતા તેણે પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ છે. મરણ જનાર ગિરીશના ખિસ્સામાંથી પરિવારજનોને સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઈડ નોટમાં પોતાની પત્નિનુ અવાસન થયુ હોવાથી તેણે આ પગલું ભર્યુ હોય તેમજ તેની પત્નિનુ મોતનુ કારણે તેની પત્નિએ લીધેલી સારવારમાં ડોકટરોની નિષ્કાળજી હોવાનુ જણાવી મોતને વ્હાલુ કરતા નવજાત બે દિકરીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ તાલુકાના નંગવાવ ગામે રહેતા ગિરીશ જયસિંહ રાઠવાની પત્નિ દક્ષાબેન રાઠવા જેઓ ગર્ભવતિ હોય તા.૧૯ ઓગસ્ટના રોજ પ્રસૃતિની પીડા ઉપડતા તેઓએ દે.બારીઆમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં પત્નિ દક્ષાને ગિરીશ રાઠવા સારવાર અર્થે લઈ ગયેલ. જયાં આ દક્ષા રાઠવાનુ સીઝર ઓપરેશન કરી બે બાળકીઓને જન્મ પણ આપેલો. ત્યારપછી દક્ષાબેન રાઠવાની તબિયત લથડતા વધુ સારવાર અર્થે હોસ્પિટલના તબીબ દ્વારા ગોધરાથી એમ્બ્યુલન્સ મંગાવી ગોધરા રિફર કરેલ. ત્યારે ગોધરાના ખાનગી હોસ્પિટલના તબીબોએ જોતા તેઓને સરકારી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવેલ. સરકારી હોસ્પિટલના તબીબે આ દક્ષાબેન રાઠવાને જોતા તે મરણ હોવાનુ જાહેર કરેલ અને ત્યારપછી પતિ ગિરીશ રાઠવા દ્વારા દક્ષાબેનનો મૃતદેહ લઈ પોતાના ગામ નગવાવ ખાતે લઈ ગયેલ અને ત્યાં અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારપછી પતિ ગિરીશ રાઠવાને પોતાની પત્નિના મોતને લઈ મનમાં લાગી આવતા તેને ૨૫ ઓગસ્ટના રોજ વહેલી સવારે તેની ધરની બાજુમાં આવેલ આંબાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લેતા પરિવારે તેને તાત્કાલિક ઝાડ ઉપરથી ઉતારી દે.બારીઆ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ જયાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેના ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવેલી જેમાં તેને તેની પત્નિના મોતને લઈ આ પગલું ભર્યુ હોવાનુ તેમજ તેની પત્નિની જયાં સારવાર કરાવવામાં આવી હતી. તે નીલ હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે તેની પત્નિનુ મોત નીપજયું હોવાનુ ઉલ્લેખ કર્યો હતો.