દે.બારીઆ તાલુકાના મોતીપુરા ગામના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રહેણાંક વિસ્તારમાં દિપડાના આંટાફેરા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
માદા દિપડી શિકારની શોધમાં વિસ્તારમાં ફરતી હોવાની માહિતી મળતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી દિપડીને પકડવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની રજુઆત કરી હતી. જોકે સ્થાનિકોની રજુઆત બાદ વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે વિસ્તારમાં પાંજ ગોઠવ્યુ હતુ. શિકારની શોધમાં વિસ્તારમાં ફરતી દિપડી આખરે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પુરાઈ ગઈ હતી. મોતીપુરા વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જયારે વન વિભાગ દ્વારા દિપડીને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.