
અગ્નિવીર ભરતી રેલીને સફળ બનાવવા જીલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ: જીલ્લા કલેક્ટર અજય દહિયાએ જરી વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું.
જીલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને આગામી અગ્નિવીર ભરતી રેલીના આયોજન અને વ્યવસ્થાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભારતીય સેનાના અમદાવાદ આર્મી રિક્રૂટિંગ ઓફિસ દ્વારા અગ્નિવીર ભરતી પ્રક્રિયા અંગે રજૂઆત કરવામાં આવી હતી. અગ્નિપથ યોજના અંતર્ગત ભરતી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તેમજ ઉમેદવારોને જરી સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આગામી અગ્નિવીર ભરતી રેલી શ્રી ગોવિંદ ગુ યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી વર્ષ ફેબ્રુઆરી-૨૦૨૭ દરમિયાન યોજાવાની છે. રેલીમાં પંચમહાલ સહિત અમદાવાદ આર્મી રિક્રૂટિંગ ઓફિસ હેઠળ આવતા વિવિધ જીલ્લાઓના ઉમેદવારો ભાગ લેશે. ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો માટે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ, દસ્તાવેજ ચકાસણી, ડેટા એન્ટ્રી, એડેપ્ટેબિલિટી ટેસ્ટ તથા તબીબી તપાસ સહિતની પ્રક્રિયા હાથ ધરાશે.
બેઠકમાં ભરતી રેલીને સુચા રીતે પાર પાડવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જરી સહયોગ અને વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવારો માટે પીવાનું પાણી, વીજળી, સ્વચ્છતા, મોબાઇલ ટોઇલેટ, તબીબી ટીમ અને એમ્બ્યુલન્સ, અગ્નિશામક વાહન, પોલીસ બંદોબસ્ત, પરિવહન વ્યવસ્થા તેમજ ઉમેદવારો અને આર્મી સ્ટાફ માટે આવાસ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકાયો હતો.
આ ઉપરાંત ભરતી રેલી પૂર્વે સ્થળની તૈયારી, વિવિધ વિભાગોના કર્મચારીઓને જવાબદારીઓની ફાળવણી તથા ડ્રેસ રિહર્સલ સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી રેલીની તમામ જરી વ્યવસ્થાઓ નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય,નિવાસી અધિક કલેકટર જે.જે. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક , ભરતી રેલીના નિયામક કર્નલ મનીષ જલાલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.