હાલોલ શહેરમાં ગણેશ વિસર્જન નિમિત્તે ટ્રાફિક વ્યવસ્થા માટે રૂટ ડાયવર્ઝન જાહેર : પંચમહાલ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

પંચમહાલ જીલ્લાના હાલોલ શહેર અને પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ૨૫/૦૯/૨૦૨૬ના રોજ યોજાનાર ગણેશ વિસર્જન મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિકની સુચારૂ નિયમન માટે પંચમહાલ-ગોધરાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી વાહનોની અવર-જવર માટે ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન વિસર્જન યાત્રા, શોભાયાત્રા અને સાર્વજનિક ભીડને કારણે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જાહેરનામા અનુસાર, તા. ૨૫/૦૯/૨૦૨૬ ના રોજ બપોરે ૧૪:૦૦ થી રાત્રે ૨૦:૦૦ વાગ્યા સુધી પાવાગઢ અને છોટાઉદેપુર તરફથી આવતા-જતા સરકારી, ખાનગી બસો, ભારે વાહનો તથા ફોર વ્હીલ વાહનો જ્યોતી સર્કલ થઈ કાળીભોંય અને કાળીભોંયથી જ્યોતી સર્કલ થઈને આવ-જા કરી શકશે. આ ઉપરાંત, સવારે ૧૨:૦૦ થી રાત્રે ૨૨:૦૦ વાગ્યા સુધી ગોધરાથી વડોદરા અને વડોદરાથી ગોધરા તરફ આવતા-જતા તમામ ભારે તથા ફોર વ્હીલ વાહનો જ્યોતી સર્કલ તરફ થઈને પસાર થશે. જ્યારે અરાદ, પરોલી થઈને આવતા-જતા વાહનો વરસડા ચોકડીથી પનોરમા ચોકડી, જી.આઈ.ડી.સી. રોડ થઈ ચંદ્રપુરા ચોકડી અને જ્યોતિ સર્કલ તરફ થઈને અવર-જવર કરી શકશે. સરકારી બસો માટે જ્યોતી સર્કલ, નવજીવન ચોકડી, કંજરી બાયપાસ, કાળીલોય ચોકડી અને ચંદ્રપુરા ચોકડી ખાતે માણસો રાખી બસોને ડાઇવર્ઝન ‚ટ બતાવવાનો રહેશે.

આ જાહેરનામું ઈમરજન્સી સેવાઓ, જ‚રિયાતની ચીજવસ્તુઓ લઈ જતા વાહનો તથા સરકારી ફરજ પરના વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.