બાલાસિનોર નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુથી આયોજન.

બાલાસિનોર નગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુથી આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન સાથે લાભ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય તથા અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક, નગરપાલિકા પ્રમુખ ગાયત્રીબેન ત્રિવેદી, કારોબારી અધ્યક્ષ પરસોત્તમદાસ કટારીયા, મહીસાગર જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પ્રતિનિધિ એસ.બી. ખાંટ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત નગરપાલિકાના સદસ્યો, પૂર્વ સદસ્યો, બાલાસિનોર નગર મંડળના પૂર્વ પ્રમુખ જયકુમાર ત્રિવેદી, પૂર્વ મહામંત્રી હિતેશભાઈ પટેલ તથા નગરપાલિકાના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો હતો.