‘સેવા સંકલ્પ અભિયાન’ અતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કડાણા ખાતે ‘સેવા મારું યોગદાન’ વિશેષ સ્વાસ્થ્ય શિબિર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો.

મોટી સંખ્યામાં નાગરિકો અને મહિલાઓએ વિનામૂલ્યે હેલ્થ સ્ક્રીનીંગ તેમજ તપાસ સેવાઓનો લાભ લીધો.

સમગ્ર રાજ્યભરમાં એક માસ ચાલી રહેલ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના નેજા હેઠળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કડાણા ખાતે “સેવા મારું યોગદાન” વિશેષ આરોગ્ય સેવા અભિયાન હેઠળ વિનામૂલ્યે ‘હેલ્થ સ્ક્રીનીંગ તથા વુમન હેલ્થ ચેકઅપ કેમ્પ’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ મહીસાગર જીલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન પુવારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આરોગ્ય જાગૃતિ અને સમયસર તપાસના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં ઉપસ્થિત નાગરિકો તેમજ વિશેષ કરીને મહિલાઓ માટે સર્વાંગી આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય શારીરિક તપાસ,મહિલા આરોગ્ય તપાસ,બ્લડ પ્રેશર તપાસ, બ્લડ સુગર (ડાયાબિટીસ) તપાસ, હિમોગ્લોબિન તપાસ, કેન્સર સ્ક્રીનિંગ અંગે માર્ગદર્શન તેમજ મહિલાઓ માટે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે વિશેષ તબીબી પરામર્શ અને જ‚રી દવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી.

આ પ્રસંગે જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સી.આર.પટેલિયા, આર.સી.એચ.ઓ એમ. સી. ઢાકા, તાલુકા પંચાયત પ્રમુખ, સ્થાનિક અગ્રણીઓ, સરપંચ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આરોગ્ય વિભાગના તબીબો, અધિકારી-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.