શહેરા પ્રાંત અધિકારી ડો. એમ.કે. ડોડીયા અને તેમની ટીમ દ્વારા બે રોયલ્ટી પાસ વગરના અને ત્રણ ઓવરલોડ ખનીજ ભરેલા વાહનો પકડી પાડ્યા

૨- વાહનો રોયલ્ટી પાસ વગર ગેરકાયદે ખનીજ વહન કરતા પકડાયા.

૩-વાહનો નિયત મર્યાદા કરતાં વધુ (ઓવરલોડ) માલ ભરેલો મળ્યો.

૧- વાહન નિયમ મુજબ યોગ્ય મળતા રવાના કરાયું; કાયદેસરની કાર્યવાહી શ‚.

શહેરા પ્રાંત અધિકારી ડો. એમ.કે. ડોડીયા અને તેમની ટીમ દ્વારા શહેરા-ગોધરા હાઇવે માર્ગ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનિજ ચોરી અને વહન રોકવા માટે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન રેતી, સફેદ પથ્થર અને કપચી ભરેલા કુલ ૬ વાહનોને પકડી પાડી જ‚રી તપાસ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શહેરા તાલુકામાં ખનિજ ચોરી અને ગેરકાયદેસર ખનિજ વહન કરતા માફિયાઓ સામે પ્રાંત અધિકારી દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ડો. એમ.કે. ડોડીયા અને તેમની ટીમ દ્વારા શહેરા-ગોધરા મુખ્ય હાઇવે માર્ગ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ખનિજ ભરેલા કુલ ૬ વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ તપાસ દરમિયાન રોડ પરથી પસાર થતાં રેતી, સફેદ પથ્થર તેમજ કપચી ભરેલા શંકાસ્પદ વાહનોને પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા તાલુકા સેવાસદન ખાતે લાવીને જ‚રી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૨ વાહનો રોયલ્ટી પાસ વગર ખનિજની હેરાફેરી કરતા ઝડપાયા હતા. અન્ય ૩ વાહનો પાસે રોયલ્ટી પાસ તો ઉપલબ્ધ હતો, પરંતુ વાહનમાં ભરેલું વજન રોયલ્ટી પાસમાં મંજૂર કરાયેલી મર્યાદા કરતાં ઘણું વધારે માલૂમ પડ્યું હતું. જ્યારે ૧ વાહનમાં ભરેલું વજન અને તેની સાથેનો રોયલ્ટી પાસ નિયમ મુજબ હોવાથી કાયદેસરની ખાતરી બાદ તેને છોડી દેવામાં આવી હતી. પ્રાંત અધિકારી દ્વારા ખનીજ ભરેલા પાંચ વાહનો સામે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારી ડો. એમ.કે. ડોડીયા અને તેમની ટીમની આ સરાહનીય કામગીરીને પ્રજાજનોએ આવકારી હતી. સાથે જ, માત્ર હાઇવે પૂરતું ચેકિંગ મર્યાદિત ન રાખતા આંતરિક ગ્રામ્ય માર્ગો અને નદી, કોતર વિસ્તારોમાં પણ નિયમિત દરોડા પાડી ખનીજ ચોરી સંપૂર્ણપણે અટકે તે માટે તંત્ર દ્વારા વધુ આકરાં અને અસરકારક પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.