
એકટીવા પરથી રૂ.૧.૧૫ લાખ ભરેલી થેલી ચોરી; ગણતરીના કલાકોમાં CCTVના આધારે પોલીસે આરોપીને ઝડપી મુદ્દામાલ કર્યો રિકવર
દાહોદ શહેરના ઠક્કર ફળિયા વિસ્તારમાં કરિયાણાની દુકાન બહાર એક્ટિવા પરથી રૂ.૧.૧૫ લાખ રોકડ ભરેલી થેલી ચોરાઈ જતાં પોલીસ દોડતી થઈ હતી.વેપારી વીસીના ભેગા કરેલા પૈસા થેલીમાં લઈને દુકાને આવ્યા હતા.અને બેદરકારી પૂર્વક થેલી એકટીવા પર મૂકી હતી. દરમિયાન તકનો લાભ લઈ કોઈ શખ્સ થેલી ચોરી ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં પોલીસે આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા ઝઝૂફ કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી હતી. ઝફ ફૂટેજના આધારે
પોલીસ ને ચોરી અંગે મહત્વની કડી મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કરિયાણાની દુકાન જે બિલ્ડિંગમાં આવેલી છે, તે જ અંડર-કન્સ્ટ્રક્શનબિલ્ડીંગમાં ચોકીદાર તરીકે કામ કરતો વ્યક્તિ શંકાના ઘેરામાં આવ્યો હતા. પોલીસે ચોકીદાર ની અટકાયત કરી પૂછપરછ કરતાં ચોરીનો ભેદ ઉકેલાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી
ચોરાયેલી રોકડ સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.નોંધનીય છે કે વેપારી અગાઉ પણ આવી જ બેદરકારી કરી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ વેપારીએ રોકડ અને મોબાઈલ ભરેલી થેલી વાહન પર લટકાવીને ભૂલી ગયા હતા. તે સમયે આજ નો જ ચોકીદાર ઈમાનદારી પૂર્વક રોકડ અને મોબાઈલની થેલી વેપારીને પરત કરી ગયો હતો.જોકે, આ વખતે મોટી રકમ નજરે પડતાં લાલચમાં આવી ચોકીદારે ચોરી કરી હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે. ગણતરીના કલાકોમાં ઝઝૂફ કૂટેજના આધારે પોલીસે સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડયો હતો.