દે.બારીઆ નગરપાલિકાના સભાખંડમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. પાલિકાના ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
દે.બારીઆ નગરપાલિકા ખાતે આવેલા સભાખંડમાં આગના ધુમાડા નીકળતા પાલિકાના કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં પાલિકાના ફાયરવિભાગના કર્મચારીઓ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી સભાખંડનો દરવાજો ખોલી આગ પર કાબુ મેળવ્યો હતો. આ સભાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી પાલિકાનુ ઓડિટ ચાલતુ હતુ. આ ઓડિટ કરનાર કર્મચારીઓ ઓડિટ કર્યા પછી ઓફિસ ટાઈમ પુર્ણ થતાં તેઓ સભાખંડને તાળુ મારી ગયા ૫છી આ બનાવ બન્યો હતો. જેથી કરી સભાખંડમાં અનેક દસ્તાવેજો પણ પડ્યા હતા.જેને લઈને કયાંક આગ લાગવાથી નગરમાં અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે. આ આગના બનાવમાં વીજ પ્રવાહ હાઈ વોલ્ટેજ થવાના કારણે એસીમાં બ્લાસ્ટ થયો હોવાનુ તેમજ આગનો બનાવ બન્યો હોવાનુ પાલિકાના કર્મીઓનુ કહેવુ છે. ઓડિટ માટે મુકેલા દસ્તાવેજો સહી સલામત હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે.