દાહોદના રાબડાળ ગામ નજીક બોલેરો ગાડીમાંથી સરકારી યોજનાનો યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો

દાહોદના નાયબ ખેતી નિયામક સી.એમ.પટેલને ચોકકસ બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ તરફથી એક ગાડીમાં ખાતરનો ગેરકાયદે જથ્થો ગુજરાતમાં ધુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ખેતીવાડી વિભાગની ટીમે રાબડાલ નજીક હાઈવે પર વોચ ગોઠવી હતી તે દરમિયાન મધ્યપ્રદેશ પાર્સિંગનીએક શંકાસ્પદ બોલેરો ગાડીને રોકીને તલાશી લેતા તેમાંથી સરકારી સબસીડીવાળુ યુરિયા ખાતરમળી આવ્યુ હતુ. ‚.૧૯,૯૮૭/-નો મુદ્દામાલ જપ્ત કરી અધિકારીઓએ ગાડીમાંથી પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરીયોજનાના માર્કાવાળી યુરિયા ખાતરની કુલ ૭૫ થેલીઓ જપ્ત કરી છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખાતરના આ જથ્થા સહિત ‚.૧૯,૯૮૭/-નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો ઓપન માર્કેટમાં ઉંચા ભાવે કાળા બજારી કરવાના હેતુથી લઈ જવાતો હોવાનુ સામે આવ્યુ છે. આ ગેરકાયદે જથ્થો ઝડપાયા બાદ ખેતીવાડી અધિારીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.