ક્રિકેટ રમીને ઘરે આવતા બાઇક સ્લીપ થઈ ગઈ, વાપીમાં બે મિત્રના કરૂણ મોત

છરવાડામાં બાઈક સ્લીપ થઈ જતાં બાઈક પર સવાર બે વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યાં છે. અકસ્માતનો ભોગ બનેલા બંને મૃતક વિદ્યાર્થીઓ ક્રિકેટ મેચ રમીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઈક ચાલક વિદ્યાર્થીએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક રસ્તા પર જ સ્લીપ થઈ ગઈ હતી અને બંને રોડ પર પટકાયા હતા.

અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાપીના છરવાડાની પ્રમુખ રેસીડેન્સીમાં રહેતા અને ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ સ્વરાજ અવાડ અને અભિનવ બંને ક્રિકેટ મેચ રમવા ગયા હતા. મેચ રમી બંને એક જ બાઈક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સ્વરાજ અવાડ બાઇક ચલાવી રહ્યો હતો, જે છરવાડા સલવાવ રોડ પર ૩૬૦ રેસીડેન્સી સામેથી પૂર ઝડપે પસાર થઈ રહ્યા હતા. આ વખતે બાઇકનું સાઈડ સ્ટેન્ડ રોડ પર બમ્પર સાથે અથડાયું હતું અને બંને રોડ પર પટકાયા હતા.

ઘટનામાં બાઇક ચાલક સ્વરાજ અવાડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અભિનવ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. બાઈક અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોતને લઈ પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા ચોંકાવનારા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ દરમિયાન કુલ ૩,૦૦૨ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાની વિગતે ચર્ચા જગાવી છે. જેનો અર્થ છે કે, રાજ્યમાં દરરોજ સરેરાશ ૧થી ૨ વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવે છે. એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૩ વચ્ચે ૪૯૫ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી, જેમાં ૨૪૬ વિદ્યાથની હતી. આ આંકડા શિક્ષણ વ્યવસ્થા અને વાલીઓ માટે લાલ બત્તીસમાન છે.