બોડેલી મેરીયા બ્રિજ નીચે ડાયવર્ઝન ધોવાયું વાહનચાલકોને મુશ્કેલી

બોડેલી નજીક મેરીયા બ્રિજ નીચે ભારે વાહનો માટે બનાવાયેલું જનતા ડાયવર્ઝન વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે. આ ઘટનાને કારણે ભારે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

છોટાઉદેપુર જીલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. મેરીયા નદીમાં પાણીની આવક વધતા ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું હતું, જેના પરિણામે રસ્તાનો કેટલોક ભાગ ધોવાઈ ગયો. ડાયવર્ઝન ધોવાઈ જતાં ભારે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો શોધવા પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહીને પગલે નદીના પાણીના પ્રવાહમાં હજુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બોડેલી સહિત છોટાઉદેપુર જીલ્લાના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. નદી-નાળામાં પાણીની આવક નોંધાઈ છે.