બોડેલીના પાણેજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડીનું મોત

બોડેલીના પાણેજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડીનું મોત થયું હતું. બોડેલી વન વિભાગને જાણ થતાં તેની ટીમે ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

છોટાઉદેપુરના બોડેલી તાલુકાના પાણેજ પાસે સોમવારે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં બોડેલી રાજપીપળા નેશનલ હાઇવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે દીપડીને જોરદાર ટક્કર મારી હતી. જેમાં અંદાજે અઢી વર્ષની વય ધરાવતી માદા દીપડીને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ જીવદયા પ્રેમી એવા એક રાહદારીએ બોડેલી આરએફઓ જ્યોત્સનાબેન રાઠવાને કરતાં તેમણે આ અંગે સ્ટાફને જાણ કરી બોલાવી ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વન વિભાગની ટીમે મૃતક દીપડીને કોર્ડન કરી કાર્યવાહી હાથ ધરી હતી. આરએફઓએ છોટાઉદેપુર ડીએફઓ ‚ા.પક સોલંકીને જાણ કરી તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ મૃતક દીપડીની ચકાસણી કરી હતી. આ સમયે ઇન્ચાર્જ એસીએફ જે.કે. સોલંકી પણ ઘટના સ્થળે આવી બોડેલી વન વિભાગના સ્ટાફને જરૂ.રી માર્ગદર્શન આપ્યું હતું. મૃતક દીપડીને જ‚રી કાર્યવાહી કરી જબુગામ નર્સરી ખાતે લઇ જવાઇ હતી અને પંચોની હાજરીમાં ડોક્ટરની ટીમ દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરાવી અગ્નિદાહ અપાયો હતો.