ભારત-ઓમાન મુક્ત વેપાર કરાર કરવામાં આવ્યા, ૯૮% ભારતીય નિકાસ ડ્યુટી-ફ્રી થશે

ભારત અને ઓમાનએ ગુરુવારે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર હેઠળ, ભારતની ૯૮ ટકા નિકાસ ઓમાન બજારમાં ડ્યુટી-ફ્રી ઍક્સેસ મેળવશે. કાપડ, કૃષિ અને ચામડાના ઉદ્યોગોને આ કરારથી નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે. બદલામાં, ભારત ઓમાનમાંથી ખજૂર, માર્બલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો સહિત ચોક્કસ ઉત્પાદનો પર આયાત જકાત ઘટાડશે.

આ કરાર આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાથી અમલમાં આવવાની અપેક્ષા છે. આ કરાર એવા સમયે મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યારે ભારત તેના સૌથી મોટા નિકાસ બજાર યુનાઇટેડ સ્ટેટ્સમાં ૫૦ ટકા સુધીના ઊંચા ટેરિફનો સામનો કરી રહ્યું છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન પ્રધાન કૈસ બિન મોહમ્મદ અલ યુસુફ સાથે મુલાકાત કરી. બેઠકમાં ભારત-ઓમાન આથક સહયોગને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી. ગોયલે વાટાઘાટોને ઉત્પાદક ગણાવતા કહ્યું કે બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણ સંબંધો પહેલાથી જ મજબૂત છે અને તેમને નવી ઊંચાઈઓ પર લઈ જવાની અપાર સંભાવનાઓ છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલા સંદેશમાં, પિયુષ ગોયલે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સુલતાન હૈથમ બિન તારિકના નેતૃત્વમાં ભારત અને ઓમાન વચ્ચે વધતી જતી આથક ભાગીદારી આગળ વધી રહી છે. તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો કે નેતાઓ વચ્ચેની આગામી વાટાઘાટો આ સભ્યતા સંબંધને ઊંડા આથક સહયોગના નવા અયાયમાં પરિવતત કરશે.

આ મુલાકાત ત્યારે થઈ છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના ચાર દિવસીય ત્રણ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં બુધવારે ઓમાન પહોંચ્યા હતા. તેઓ અગાઉ જોર્ડન અને ઇથોપિયાની મુલાકાતે ગયા હતા. પીએમ મોદી ઓમાનના સુલતાન હૈથમ બિન તારિકના આમંત્રણ પર ત્યાં છે. મુલાકાત દરમિયાન, બંને નેતાઓ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને વાણિજ્યિક અને આથક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરશે.

ભારત અને ઓમાન વચ્ચેના ૭૦ વર્ષના રાજદ્વારી સંબંધોને યાનમાં રાખીને પણ આ મુલાકાતને ખાસ માનવામાં આવે છે. અગાઉ, સુલતાન હૈથમ બિન તારીકે ડિસેમ્બર ૨૦૨૩ માં ભારતની રાજ્ય મુલાકાત લીધી હતી.

આથક ડેટાની દ્રષ્ટિએ, ભારત અને ઓમાન વચ્ચેના વેપાર સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં દ્વિપક્ષીય વેપાર ૮.૯૪૭ બિલિયન હતો, જે ૨૦૨૪-૨૫ માં વધીને ૧૦.૬૧૩ બિલિયન થયો. બંને દેશો વચ્ચે રોકાણ સંબંધો પણ મજબૂત રહ્યા છે, જેમાં ઓમાનમાં ૬,૦૦૦ થી વધુ ભારત-ઓમાન સંયુક્ત સાહસો કાર્યરત છે.

ભારતમાંથી ઓમાનમાં કુલ સીધું રોકાણ આશરે ૬૭૫ મિલિયન છે, જ્યારે એપ્રિલ ૨૦૦૦ અને માર્ચ ૨૦૨૫ વચ્ચે ઓમાનથી ભારતમાં એફડીઆઇ ઇક્વિટી રોકાણ ઇં૬૧૦.૦૮ મિલિયન હતું. જોકે, વેપાર સંતુલન ઓમાનના પક્ષમાં રહે છે. ૨૦૨૪-૨૫ નાણાકીય વર્ષમાં વેપાર ખાધ ૨.૪૮ બિલિયન હતી, જે પાછલા વર્ષના ૯૪.૩૭ મિલિયન હતી. આ સમયગાળા દરમિયાન, ઓમાનથી ભારતની આયાતમાં ૪૪.૮ ટકાનો વધારો થયો છે, જ્યારે ભારતની નિકાસમાં ૮.૧ ટકાનો ઘટાડો થયો છે.

અહેવાલ મુજબ, પ્રસ્તાવિત ભારત-ઓમાન વ્યાપક આથક કરાર ભારતના ઔદ્યોગિક નિકાસમાં નોંધપાત્ર વધારો કરશે તેવી અપેક્ષા છે. તેમાં જણાવાયું છે કે ઓમાનમાં હાલમાં પસંદગીના ઉત્પાદનો પર શૂન્યથી ૧૦૦ ટકા સુધીની આયાત જકાત છે. દરમિયાન, ૮૦ ટકાથી વધુ ભારતીય માલ ઓમાનમાં સરેરાશ ૫ ટકાની ડ્યુટી પર પ્રવેશ કરે છે જીટીઆરઆઇએ જણાવ્યું હતું કે સીઇપીએ હેઠળ આ જકાતને દૂર કરવાથી અથવા ઘટાડવાથી ઓમાન બજારમાં ભારતીય ઔદ્યોગિક નિકાસની સ્પર્ધાત્મક્તામાં સુધારો થવાની સંભાવના છે.