ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે બાલાસિનોર તાલુકામાં આવેલો વણાંકબોરી વિયર સંપુર્ણ ભરાઈ જતાં હાલમાં વિયર સપાટીથી અંદાજે એક ફુટ ઓવરફલો થઈ રહ્યો છે. વણાંકબોરી જળાશયની સપાટી ૬૭.૬૭ મીટર સુધી પહોંચી છે. જેના કારણે ચરોતરની જીવાદોરી ગણાતી મહિસાગર નદી બે કાંઠે હિલાળે લેતી જોવા મળી રહી છે.
હાલમાં વણાંકબોરી વિયર પરથી મહી નદીમાં ૪,૨૩૭ કયુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. જયારે વિયરની સપાટી ઉપરથી આશરે ૪,૨૦૦ કયુસેક પાણી ઓવરફલો થઈ મહિસાગર નદીમાં વહી રહ્યુ છે. પાણીના પ્રવાહમાં સતત વધારો થતાં નદીનુ રોૈદ્ર સ્વપ જોવા મળી રહ્યુ છે. વધેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને મહી સિંચાઈ વર્તુળના ફલડ સેલ દ્વારા સાવચેતીના ભાગપે મહત્વપુર્ણ સુચના જાહેર કી છે. તંત્રએ નદીકાંઠાના તેમજ નીચાણવાસમાં રહેતા લોકોને સતર્ક રહેવા જણાવ્યુ છે. મહિસાગર નદીના પટમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ ન કરવો તેમજ અવર જવર ટાળવા અપીલ કરી છે. વણાંકબોરી વિયરમાં વધેલા પાણીના પ્રવાહને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. અને જળસ્તરની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જો ઉપરવાસમાં વરસાદ યથાવત રહેશે તો પાણીના પ્રવાહમાં વધુ વધારો થવાની શકયતા વ્યકત કરી રહી છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દુર રહી માત્ર સત્તાવાર સુચનાઓનુ પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.