
ભાદરવાના પ્રારંભે જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી.
મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકામાં ભાદરવાના પ્રારંભ સાથે જ મેઘરાજાએ મહેર વરસાવવાનું શ કર્યું છે. ગઈકાલે વરસાદના આગમન બાદ આજે સતત બીજા દિવસે બપોર બાદ ફરી ધોધમાર વરસાદ શ થતાં સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો.
ગઈકાલે તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે. જ્યારે આજે બપોરે ચાર વાગ્યાના અરસાથી ફરી વરસાદ શ થતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સતત બે દિવસથી વરસાદી માહોલ રહેતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસ દરમિયાન વરસાદે હાથતાળી આપી હતી અને સમગ્ર મહિનો લગભગ કોરો પસાર થયો હતો. જોકે ભાદરવાના પ્રથમ દિવસોથી જ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે. ખેડૂતોને આશા છે કે ભાદરવો ભરપૂર રહેશે અને તાલુકામાં સારો વરસાદ પડશે.
સારો વરસાદ થાય તો ખેતીના પાકને જરી પાણી મળી રહેવાની સાથે આગામી ઉનાળામાં સર્જાતી પાણીની સમસ્યામાં પણ રાહત મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સતત વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં ભાદરવો ભરપૂર રહે તેવી આશા મજબૂત બની છે.