અરવલ્લી પર્વતમાળા બચાવવા સાબરકાંઠામાં લોકો રસ્તા પર ઉતર્યા, જીવ આપીને પણ રક્ષણ કરવાની ઉચ્ચારી ચિમકી

અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષાને લઇને દેશમાં વિવાદ થયો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અરવલ્લી પર્વતમાળાને ખનનની મંજૂરી મળતા લોકો નારાજ થયા છે અને પ્રદર્શન કરી રહ્યાં છે. સાબરકાંઠામાં પણ અરવલ્લી પર્વતમાળાને બચાવવા માટે લોકો રસ્તા પર ઉતર્યા છે અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, ૧૦૦ મીટરથી ઓછી ઊંચાઇ ધરાવતી ટેકરીઓને અરવલ્લી પર્વતમાળાનો ભાગ માનવામાં નહીં આવે.આ પછી એવું માનવામાં આવે છે કે તે પછી આવી નાની ટેકરીઓને તોડી પાડવા ખનન કામ શરૂ થશે અને તેનાથી જોખમ ઉભા થશે.અરવલ્લી પર્વતમાળાને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ વધી રહ્યો છે. સાબરકાંઠાના વિજયનગરના દઢવાવ વિસ્તારમાં પણ પર્યાવરણપ્રેમીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો છે અને કોઇપણ સંજોગે તેમની સામાજિક-આથક અને આયાત્મિક ધરોહરને નુક્સાન થશે તો જીવ આપીને તેનું રક્ષણ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અરવલ્લી પર્વતમાળાને લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારના લોકો વિરોધમાં ઉતર્યા છે. વનવાસી તેમજ આદિવાસી લોકો માટે ડુંગર-પહાડ અને જંગલએ રહેઠાણનું મુખ્ય ોત છે અને તેનો નાશ થશે. આવનાર પેઢીઓને અરવલ્લીની ગીરીમાળાઓ માત્ર પોસ્ટરોમાં જ જોવા મળશે તેમજ પર્યટકો પણ આ વિસ્તારમાં આવતા બંધ થશે.સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો સ્થાનિકોને કોઈપણ પ્રકારે માન્ય નથી જેના પગલે આજે સાબરકાંઠાના વિજયનગરના વિસ્તારમાં કેટલાક લોકોએ વિરોધ કર્યો છે. સાથોસાથ આવનારા સમયમાં આ ચુકાદા મામલે ફેરવિચારણા કરવાની પણ રજૂઆત કરી છે.

વિજયનગરમાં ૯૦ ટકા આદિવાસી લોકો વસે છે. અરવલ્લીની ગીરીમાળા ઉપર દરેક જગ્યાએ, દરેક ગામની અંદર ધામક સ્થળ આવેલા છે તેના માટે અમારી પ્રજા જાન આપી દેશે. અમે કોઇ પણ ભોગે અરવલ્લીની ગીરીમાળાને તોડવા દઇશું નહીં.નવીન કલાસવા, સ્થાનિક

ગુજરાતના પાલનપુરથી શરૂ કરીને દિલ્હીના રાયસિના હિલ્સ સુધી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અરવલ્લી પર્વત ખનન માફિયાઓ માટે ખુલ્લો મુકવા અને મળતિયાઓને લાભ કરાવી પાછલા બારણે પોતે લાભ લેવા માટે આ ગોઠવણ કરવામાં આવી હોવાનો પ્રજાએ આરોપ લગાવ્યો છે.

મહત્ત્વપૂર્ણ છે કે અરવલ્લી પર્વતમાળાને દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંથી એક ગણવામાં આવે છે. ૮૦૦ કિ.મી.લાંબી આ પર્વતમાળા ગુજરાતના પાલનપુરથી શરૂ કરીને રાજસ્થાનના સિરોહી,ઉદેપુર,રાજસમંદ,ભિલવાડા,અજમેર,જયપુર અને અલવર થઇને હરિયાણા તથા દિલ્હી સુધી જાય છે. ૯૧ ટકા પર્વતો ૧૦૦ મીટરની પરિભાષાથી ઓછી ઉંચાઇ ધરાવે છે જેનું નિકંદન નીકળી જાય તેમ છે.