
મહીસાગર જીલ્લા સેવા સદન સ્થિત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જીલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકના પ્રથમ તબક્કામાં (ભાગ-૧) લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા પોતપોતાના વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કામો અને પ્રજાહિતલક્ષી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જીલ્લા કલેક્ટરએ પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી, સંબંધિત વિભાગના અધિકારીઓને તેનો સમયમર્યાદામાં અને હકારાત્મક નિકાલ લાવવા જરી સૂચનો કર્યા હતા.

ત્યારબાદ બેઠકના બીજા તબક્કામાં (ભાગ-૨) વહીવટી સંકલનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જીલ્લા કલેક્ટરએ પડતર અરજીઓ, સરકારી લેણાંની વસૂલાત, પેન્શન કેસો તેમજ વિવિધ વિભાગો વચ્ચેના આંતરિક સંકલનના મુદ્દાઓની ઝીણવટભરી સમીક્ષા કરી કામગીરીમાં ઝડપ લાવવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, નિવાસી અધિક કલેક્ટર સી. વી. લટા સહિત જીલ્લાના વિવિધ અમલીકરણ અને સંકલન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.