દાહોદમાં પ્રતિબંધ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો, હાલોલથી બે ટ્રક આવી રહી હતી

આરોગ્ય અને પર્યાવરણને નુકશાન કરતા ઓછા માઇક્રોનના પ્લાસ્ટિક મામલે સરકાર કડક વલણ અપનાવી રહી છે. આવા પ્લાસ્ટિકની બેગ અને થેલીઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં ફેક્ટરીમાંથી પેકિંગ ઉપર વધારે માઇક્રોન લખી ઓછા માઇક્રોનની થેલીઓ બનાવવામાં આવે છે. આવા જ પ્લાસ્ટિકનો જથ્થો લઈ જતી બે ટ્રકો દાહોદ નગરપાલિકા અને જીપીસીબી ટીમે ઝડપી પાડી છે.

પ્રતિબંધ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે જીપીસીબી અને દાહોદ નગરપાલિકાની ટીમ પોલીસના સહયોગ સાથે તપાસમાં જોતરાઈ હતી. જે અંતર્ગત મંગળવારે મોડી રાત્રે ઇન્દોર અમદાવાદ હાઇવે ઉપર દાહોદની ગરબાડા ચોકડી નજીક નાકાબંધી કરી હતી. અહીંથી પસાર થતા વાહનોની ચેકીંગ હાથ ધરી હતી. જેમાં બે ટ્રકમાંથી ૧૨૦ માઈક્રોનથી ઓછા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

હાલોલની ફેક્ટરીમાંથી પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો ભરીને ઝારખંડ તરફ જઈ રહેલા બે ટ્રક દાહોદથી પસાર થઈ રહ્યા હતા. તે બંને ટ્રકને રોકી તેમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓ મીટર ગેજથી ચેક કરતા ૩૦ માઇક્રોનની જ થેલીઓ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેના પેકિંગ ઉપર ૧૩૦ માઇક્રોન લખ્યું હતું. બંને ટ્રક અને અંદર રહેલો પ્લાસ્ટિકનો જથ્થો કબજે લઈ કાયદેસહાલ તેની ચોક્કસ કિંમત નથી મળી, પરંતુ લાખોની કિંમતનો પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. જથ્થાની ગણતરી કર્યા બાદ તેની કિંમત નીકળી શકે. નગરપાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ નગરપાલિકા,જીપીસીબી અને પોલીસની સંયુક્ત ટીમોએ સાથે મળીને આ ચેકીંગ હાથ ધર્યું હતું. તમામ ટીમ મળી આ પ્રકારની ડ્રાઇવ આગામી સમયમાં પણ ચાલુ રહેશે.