ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં પાછલા એક માસથી રૂ.૧ અને રૂ.૨ ની કિંમતની સરકારી સ્ટેમ્પની ભારે અછત સર્જાઈ છે. રેશનકાર્ડમાં સુધારો-વધારો, આવકનો દાખલો, સોગંદનામું તેમજ આર.ટી.એસ.અપીલ જેવી અત્યંત મહત્વની સરકારી કામગીરી માટે ઉપયોગી એવા આ સ્ટેમ્પ ન મળતા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ગોધરા સહિત પંચમહાલ જિલ્લાની પ્રજવા હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. જિલ્લાભરમાંથી આવતા કેટલાક ગરીબ અરજદારોને સ્ટેમ્પની અછતને કારણે વધારાના પિયા ખર્ચવા પડી રહ્યા છે. એક અથવા બે પિયાના સ્ટેમ્પની જગ્યાએ હવે ૫ નો સ્ટેમ્પનો ઉપયોગમાં લેવો પડી રહ્યો છે. જિલ્લાભરમાં દર મહિને કુલ ૬૮,૦૦૦ જેટલા સ્ટેમ્પની ભારે માંગ હોવા છતાં છેલ્લા એક મહિનાથી પુરવઠો ખોરવાતા સ્ટેમ્પ વેન્ડરો અને સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે.