મુંબઇ: આમિરની દીકરી આયરા ખાન તથા તેના બોયફ્રેન્ડ નુપર શિખરેનાં ત્રીજી ઓક્ટોબરે લગ્ન હોવાની અફવા ફેલાઈ હતી. જોકે, આયરાએ આ અફવા નકારી કાઢી હતી. આયરાએ ખુદ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે પોતે આવતા મહિને લગ્ન કરવાની હોવાની વાતોમાં કોઈ તથ્ય નથી. અગાઉ એવા અહેવાલ વહેતા થયા હતા કે આયરા અને નુપુર આવતી ત્રીજી ઓક્ટોબરે ઉદયપુરમાં લગ્ન કરવાના છે અને તેમાં માત્ર પરિવારજનો જ હાજર રહેશે. અધૂરામાં પૂરું, આયરાના માતા પિતા આમિર ખાન તથા તેની એક્સ વાઈફ રીના દત્તા એક જ્વેલરી સ્ટોરમાં સાથે શોપિંગ કરતા જોવા મળ્યા હતા.
તે પરથી આયરાના લગ્નની તૈયારીઓ શરુ થઈ ગઈ હોવાની વાત વધારે પ્રસરી હતી. લોકોએ સોશિયલ મીડિયા પર સક્રિય આયરાને અભિનંદન પાઠવવાનાં પણ શરુ કરી દીધાં હતાં. આયરા અને નુપુરે ગયા નવેમ્બરમાં સગાઈ કરી હતી.