દાહોદના બીજા એડિશનલ પોક્સો કોર્ટના જ જ એચ. પી. પટેલ મેડમ સાહેબની કોર્ટમાં ચાર્જશીટ રજૂ
દાહોદ જિલ્લાના એક ગામમાં રહેતી સગીર વયની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં દાહોદની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫૦,૦૦૦ નો દંડ તથા પીડિતાને રૂ. ૪ લાખનું વળતર ચૂકવવાનો મહત્ત્વનો ચુકાદો
મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના એક ગામમાં રહેતી સગીર વયની દીકરીને વાકલીયા ગામનો રહેવાસી વિપુલભાઈ રૂમાલભાઈ ડામોર તેના કાયદેસરના વાલીપણામાંથી બહલાવી-ફોસલાવીને અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ કુકૃત્ય આચર્યું હતું. આ અંગે ભોગ બનનાર દીકરીના પિતાએ સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પુરાવાઓ મેળવી પોલીસ ફરિયાદના આધારે તપાસ કરનાર અમલદારે જરૂરી તમામ પુરાવા મેળવી
એડિશનલ પોક્સો કોર્ટના જજ એચ. પી. પટેલ મેડમ સાહેબની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા, સરકારી વકીલ ટીના આર. સોની દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓ તથા ધારદાર દલીલોને ધ્યાને રાખીને, દાહોદના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એચ. પી. પટેલ મેડમ સાહેબે આરોપી વિપુલભાઈ ઉમાલભાઈ ડામોરને દોષિત ઠેરવ્યો હતો.
કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા રૂ. ૫૦,૦૦૦/- દંડ ભોગ બનનારને વળતર પેટે રૂ. ૪,૦૦,000/- ચૂકવવાનો હુકમ કર્યો