બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે લલિત રોહિત બિનહરીફ ચૂંટાયા

બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે એડવોકેટ લલિતભાઈ રોહિત સતત પાંચમી વખત બિનહરીફ ચૂંટાયા છે. આજ રોજ યોજાયેલી બોડેલી વકીલ મંડળની એક વર્ષ માટેના નવા હોદ્દેદારોની ચૂંટણીમાં આ પરિણામ જાહેર થયું હતું.

લલિતચંદ્ર ઝેડ. રોહિત સતત પાંચમી વખત પ્રમુખ પદે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. તેમની સાથે ઉપપ્રમુખ પદે ઇન્દિરાબેન એ. રોહિત અને મંત્રી તરીકે અજય જે. વાસ્તવ પણ બિનહરીફ ચૂંટાયા હતા. જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશભાઈ રાઠવા અને ટ્રેઝરર તરીકે ભાવિશાબે વસાવા વિજેતા બન્યા હતા. સમગ્ર વકીલ મિત્રોએ પ્રમુખ સહિત નવી બોડીને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રમુખ લલિતભાઈ રોહિતે તમામ વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્ય ચૂંટણી અધિકારી એ.જે. રોહિતની અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી.