છોટાઉદેપુરમાં એસ.આઈ.આર.માં 8.42 લાખ મતદારો નોંધાયા મેપિંગની દ્રષ્ટિએ 89.49 ટકા સાથે રાજ્યમાં ત્રીજા ક્રમે. 65,336 મતદારો હાલ પૂરતા રદ.

છોટા ઉદેપુર જીલ્લામાં જઈંછ (સ્પેશિયલ સમરી રિવિઝન) કામગીરી હેઠળ કુલ 8,42,280 મતદારો નોંધાયા છે. આ પ્રક્રિયા દરમિયાન 65,336 મતદારોને હાલ પૂરતા રદ કરવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી આ કામગીરી અંતર્ગત, કુલ 8,42,280 મતદારો માંથી 7,76,945 મતદારોનો ડેટા ડિજીટાઇઝ્ડ કરવામાં આવ્યો છે, જે કુલ મતદારોના 92.24% છે. રદ થયેલા મતદારોમાં 27,647 (3.28%) મૃત્યુ પામ્યા છે, 4,224 (0.50%)મતદારો મળી આવ્યા નથી અને 27,994 (3.32%) મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા છે. વિવિધ કારણોસર કુલ 65,336 મતદારોના ફોર્મ ભરાયા નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં જઈંછ-2026ની ડ્રાફ્ટ યાદી જાહેર, ડ્રાફ્ટ વોટર લિસ્ટમાં તમારૂં નામ આ 3 સ્ટેપથી ચેક કરો જીલ્લાના કુલ 8,42,280 મતદારોમાંથી 89.49 % મતદારોનું મેપિંગ પૂર્ણ થયું છે, જ્યારે 2.75%મતદારોનું મેપિંગ કરવાનું બાકી છે. મહત્વપૂર્ણ છે કે, છોટા ઉદેપુર જીલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં મેપિંગની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને આવ્યો છે.