અરવલ્લી જીલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. મહીસાગર જીલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ ઝુંબેશ અંતર્ગત LCB પીઆઇ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ LCBસ્ટાફની વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન LCB સ્ટાફના કોન્સ્ટેબલ મહેંદ્રસિંહને એક મહત્વપૂર્ણ બાતમી મળી હતી.
બાતમી મુજબ, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSકલમ 316(4) હેઠળ નોંધા યેલા ગુનામાં નાસતો ફરતો આરોપી ભુપેંદ્ર તખતભાઇ પટેલીયા (રહેવાસી: પટેલીયા ફળીયું, ઝારા, તાલુકો લુણાવાડા, મહીસાગર) લુણાવાડાના મધવાસ દરવાજા પાસે ઉભો હતો.
આ બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.