શહેરા તાલુકાના નિવૃત્ત શિક્ષક લોન અપાવવાના બહાને ઠગાઈ કરનાર સાયબર ફ્રોડના મુખ્ય કોલરને ઝડપ્યો

પંચમહાલ જીલ્લાના શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિવૃત્ત શિક્ષક સાથે થયેલી લાખો ‚પિયાની લોન ફ્રોડની ઘટનામાં શહેરા પોલીસને મોટી સફળતા મળી છે.

શહેરા તાલુકાના ગુણેલી ગામના નિવૃત્ત શિક્ષક ચંદ્રસિંહ જાદવને ‚ા.૧૦ લાખની લોનની જ‚રિયાત હતી. આરોપીઓએ તેમને લોન આપવાનો વિશ્ર્વાસ આપી ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. ત્યારબાદ લોન ચાર્જ પેટે ‚ા.૧,૧૭,૦૦૦/- તેલંગાણા રાજ્યના મધાપુર સ્થિત એક્સિસ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. આ અંગે શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

શહેરા પોલીસે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી મુખ્ય ‘કોલર’ વિપુલ પટેલ (સોરઠીયા)ની અટકાયત કરવામાં આવી છે. આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સીમકાર્ડ અને મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીએ આ જ પ્રકારે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક નાગરિક સાથે ‚ા.૨,૩૦,૦૦૦/- નો ફ્રોડ આચર્યો હતો. શહેરા પોલીસે આરોપીને સબ જેલ ગોધરા ખાતે મોકલી આપી બોટાદ પોલીસને ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવવા જાણ કરી છે.

આ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે, ગ્રાહકોનું લિસ્ટ આપનાર રમેશભાઈ ત્રિવેદી હાલ ફરાર છે. આ ઉપરાંત તેલંગાણાના એક્સિસ બેંક એકાઉન્ટમાં Google India Digital Services Private Limited કશળશયિંમ નામનું ખાતું ખોલાવવામાં ઞજઅના બે નાગરિકો (જેનિફર ક્રિસ્ટોપર કીર્ક અને વિલ્સન લુગ માવ ત્સાઈ) તથા ભારતીય નાગરિક સિંઘાર્થ હરિ લક્ષ્મીનારાયણ મુન્દ્રા સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ કેસમાં બેંક ટ્રાન્ઝેક્શન્સની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.