ગોધરા શહેર હોળી ચકલા રામસાગર તળાવ કિનારે નગર પાલિકા દ્વારા લાખોના ખર્ચે શુલભ શૌચાલય બનાવ્યું છે. આ શૌચાલય મોટાભાગે બંધ રહેતું હોવાનો અહેવાલ અખબારમાં પ્રસિદ્ધ થતા નગર પાલિકા દ્વારા કાર્યવાહી કરી શૌચાલય સંભાળી રહેલા વ્યકિતને છુટો કરી દેતા શૌચાલય શરૂ કરાશે તેમ લાગી રહ્યું હતું. પરંતુ નગર પાલિકા તંત્ર દ્વારા શૌચાલયને કાયમી તાળામારી દીધા હોય તેમ લાગી રહ્યું છે.
ગોધરા રામસાગર તળાવ કિનારે નગર પાલિકા દ્વારા સ્થાનિક વેપારીઓ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા લોકોની સુવિધા માટે લાખો પીયાના ખર્ચે શુલભ શૌચાલય બનાવવામાં આવ્યું હતું. જે શૌચાલય સંભાળવાની કામગીરી એક વ્યકિતને સોં૫વામાં આવી હતી. તે વ્યકિતને લાંબા સમયથી વેતન ન ચુકવવાના મુદ્દે ખટરાગ થતાં શૌચાલય બંધ રાખતો હોય હોળી ચકલા રામસાગર તળાવ પાસેનું શૌચાલય બંધ રહેવાથી લોકોને પડતી મુશ્કેલીઓને લઈ પંચમહાલ સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલને પગલે પાલિકા તંત્ર સફાળું જાગ્યું હોય તેમ શૌચાલય સંભાળી રહેલા વ્યકિતને છુટો કરી દીધો હતો. જેથી પાલિકા તંત્ર જાગૃત અવસ્થામાં છે. તેવી આશા બંધાઈ હતી પરંતુ નગર પાલિકા તંત્ર દ્વારા જે શૌચાલયને પૂન: ખુલ્લુ રહે તેવી કોઈ કાર્યવાહી કરવાના સ્થાને કાયમી તાળા બંધી કરી હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ નગર પાલિકા સ્વચ્છતા માટે પ્રયાસો કરતીહ ોય તેમ દેખાઈ છે. ત્યારે હાલ તળાવ કિનારે આવેલ શુલભ શૌચાલય બંધ કરી દેવાને લઈ લોકો ના છુટકે ખુલ્લામાં પેશાબ કરી રહ્યા છે. જેથી દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. નજીક ગર્લ્સ હાઈસ્કુલ તેમજ મંદિરો આવેલ હોય ત્યારે લોકોની લાગણી ના દુભાઈ તે માટે શૌચાલયને ચાલુ કરવામાં આવે તે જરી છે.