હાલોલ મોગલ માતાના મંદિર પાસે રોડ પરથી કં૫ની માંથી છુટીને ધરે જતા ૫૮ વર્ષીય વ્યકિતની બાઈક આખલા અને ગાયો સાથે અથડાતા રોડ પર પડી જતાં ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું.
હાલોલ તાલુકાના સાથરોટા ગામે રહેતા ગોરધનભાઇ અંદરસિંહ પરમાર ઉ.વ.૫૮ તા.૧૬ ઓગસ્ટના રોજ કં૫ની માંથી છુટીને ધરે જઈ રહ્યા હતા. ત્યારે હાલોલ મોગલ માતાના મંદિરની સામે રોડ પર બાઈક લઈને આખલા અને ગાયો સાથે અથડાતા રોડ ઉપર પડી જતાં માથાના ભાગે અને શરીરે ઈજાઓ પહોંચતા દવા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.