હાલોલના મઘાસર ગામે મુળ માલિકની જાણ બહાર જમીનના દસ્તાવેજ કરી ૭ ઈસમોએ વેચાણ કરી

હાલોલમાં ખેતીની જમીનના મુળ માલિકની જાણ બહાર તે જમીનનો દસ્તાવેજ કરી વેચી માર્યા હોવાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાતા પોલીસે ૭ શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

હાલ શિવમપાર્ક સોસાયટી બામરોલી રોડ ગોધરા ખાતે રહેતા અને મુળ મેડી મદાર ગામના ૬૦ વર્ષિય શારદાબેન તેમના પિતા ભારતસિંહ રામસિંહ ચોૈહાણ છે. અને રમેશચંદ્ર પરમારની વિધવાએ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મોજે મઘાસર ગામમાં આવેલી ખેતીની જમીન તેમણે વર્ષ-૨૦૦૫માં રજીસ્ટર્ડ દસ્તાવેજથી ખરીદી હતી. ત્યારથી તેઓ જ તેના સ્વતંત્ર માલિક છે. માર્ચ-૨૦૨૬માં જય નામની એક વ્યક્તિએ ફરિયાદીના પુત્ર ઉમેશનો સંપર્ક કરી કાલોલ ખાતે મળવા માટે બોલાવ્યો હતો. તેને જણાવ્યુ કે, મઘાસરના રાઠોડ દિલીપભાઈ રમેશભાઈએ શારદાબેનને પોતાની માતા છે તેમ જણાવી તમારી જમીનનો સોદો કર્યો છે. અને બાનાખત બતાવ્યો હતો. પરંતુ તેમાં ચોંટાડેલ ફોટો ફરિયાદી શારદાબેનના બદલે અન્ય કોઈનો ફોટો હોવાથી ઉમેશે જણાવેલ કે, આ બાનાખત બોગસ કરાવેલ છે. તે બાદ ૧૧ ઓગસ્ટ-૨૦૨૬ ના રોજ ફરિયાદીના પરિવારે જમીનના ૭/૧૨ ના ઉતારા કઢાવતા જાણવા મળ્યુ કે, જમીનના માલિકી હકકમાં શારદાબેનના નામને બદલે અન્ય ત્રણ ખરીદદારોના નામ દાખલ થયા હતા. જેને લઈને તેઓએ તપાસ કરતા જાણવા મળ્યુ કે, તા.૧૦ જુલાઈ-૨૦૨૬ ના રોજ ફરિયાદી શારદાબેનની જગ્યાએ આરોપી દિલીપ રાઠોડે બીજી કોઇ મહિલાને ઉભી રાખી કોઈપણ આઈ.ડી.પ્રુફ પણ રજુ કર્યા વિના તેમનો અંગુઠો મારીને બોગસ ઓળખ ઉભી કરી બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી લીધો હતો. ફરિયાદી શારદાબેન ભણેલા હોવાની સહી કરે છે…?તેમ છતાં આ દસ્તાવેજમાં ખોટો અંગુઠો માર્યો હતો જેને લઈ ફરિયાદી શારદાબેનને હાલોલ પોલીસ મથકે ૭ આરોપી સામે ફરિયાદ કરતા પોલીસે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.