
પંચમહાલ જીલ્લાના વિશ્ર્વવિખ્યાત યાત્રાધામ પાવાગઢ ખાતે ચાલતી રોપ-વે સેવા આજથી પાંચ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા નિયમિત મેન્ટેનન્સ અને જરૂરી તકનીકી કામગીરી હાથ ધરવામાં આવતાં ૭ ઓગસ્ટ સુધી રોપ-વે સંપૂર્ણપણે બંધ રહેશે. ૮ ઓગસ્ટથી ફરી સેવા શરૂ થશે.
આ દરમિયાન પાવાગઢ ખાતે દર્શન માટે આવતા તમામ યાત્રિકોએ મંદિર સુધી પહોંચવા માટે પગથિયાંનો જ ઉપયોગ કરવો પડશે. ૫ દિવસ રૂટીન મેન્ટેનન્શ કરાશે કંપનીના જણાવ્યા અનુસાર, રોપ-વેની સલામતી, કાર્યક્ષમતા અને મુસાફરોને સુરક્ષિત સેવા મળી રહે તે માટે સમયાંતરે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કામગીરીના ભાગપે રોપ-વે સેવા ૫ દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ ૮ ઓગસ્ટથી રોપ-વે સેવા ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.
શ્રદ્ધાળુઓ મહાકાળીના દર્શને પહોંચતાં પાવાગઢમાં બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન માટે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે, જ્યારે રજાના દિવસો અને તહેવારો દરમિયાન યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે પહોંચે છે. રોપ-વે સેવા બંધ રહેવાના કારણે ૫ દિવસ દરમિયાન યાત્રિકોએ પગથિયાં મારફતે જ મંદિર સુધી પહોંચવું પડશે.