
પાણીમાં ડૂબવાને બદલે પથ્થર તરતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું.
છોટાઉદેપુર જીલ્લાના સંખેડામાં ઓરસંગ નદીના કિનારે એક પથ્થર મળી આવ્યો છે જે પાણીમાં ડૂબવાને બદલે તરે છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું છે.
ગઈકાલે એક યુવકને નદી કિનારે ફરતી વખતે આ પથ્થર મળ્યો હતો. યુવકે તેને પાણીમાં મૂકતા જ તે તરવા લાગ્યો હતો, જે સામાન્ય પથ્થરોથી વિપરીત છે. હાલમાં આ તરતો પથ્થર સંખેડાના બઝાર રોડ પર આવેલી ગુજરાત હોટલ ખાતે રાખવામાં આવ્યો છે. આ સમાચાર ફેલાતા જ પથ્થરને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે.
આ પથ્થરને લઈને સ્થાનિક લોકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં કેટલાક તેને શુભ સંકેત માની રહ્યા છે.