મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં વસતા પૂર્વ સૈનિકો તથા સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ માટે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સહાયની જાણકારી આપવા તેમજ ઓનલાઇન નોંધણી કરવા માટે એક વિશેષ આઉટરિચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ આગામી તારીખ ૦૭/૦૮/૨૦૨૬ (શુક્રવાર) ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રાંત અધિકારીશ્રીની કચેરી, સંતરામપુરના કોન્ફરન્સ હોલ ખાતે યોજાશે.આ આઉટરિચ કાર્યક્રમનો મુખ્ય હેતુ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને esm.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં મદદરૂપ થવાનો છે. સાથોસાથ, રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી વિવિધ આર્થિક સહાય, શૈક્ષણિક સવલતો અને અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે સંબંધિત અધિકારીઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આ