
લુણાવાડા તાલુકાની નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક ચિરાગ પંચાલે પર્યાવરણની તાલીમમાં દાદાનો અને પિતાનો દમદાર અને શાનદાર રોલ કર્યો.
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૩ માં પર્યાવરણ વિષયનો અભ્યાસ કરાવતા શિક્ષકોની નવીન પાઠ્યપુસ્તક આધારિત શિક્ષકોની તાલીમ તારીખ ૧૩ થી ૧૫ જુલાઈ ૨૦૨૬ દરમ્યાન યોજાઈ હતી. જેમાં વિરણીયા, ઝારા, માખલીયા, નપાણીયા કલસ્ટરના શિક્ષકોની તાલીમ બી.આર.સી.ભવન લુણાવાડાના રિસોસે મમાં યોજાઈ હતી. જેમાં પર્યાવરણ વિષયના વિષયવસ્તુના સરળીકરણ માટે નાટ્યપ્રવૃત્તિ યોજવામાં આવી હતી. જેમાં લુણાવાડા તાલુકાના મધવાસ ગામના વતની અને ઝારા ક્લસ્ટરની નાળના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલે પર્યાવરણ વિષયમાં તારીખ ૧૩ મી જુલાઇના રોજ એકમ ૨ મેળામાં જઈએના સરળીકરણ માટેના નાટકમાં દાદાનો અને તારીખ ૧૫ મી જુલાઇના રોજ એકમ ૯ સ્વસ્થ રહો મસ્ત રહોના સરળીકરણ માટેના નાટકમાં પિતાનો આબેહુબ અને જીવંત રોલ કર્યો હતો. મેળામાં જઈએ એકમના નાટકમાં ચિરાગકુમાર પંચાલે દાદાનો શાનદાર અને જીવંત અભિનય કર્યો હતો. જેમાં દાદા પોતાના પુત્ર અને પૌત્ર સાથે મેળાની મુલાકાત લે છે. જેમાં ચકડોળ, પાણીપુરીવાળા, ફુગ્ગાવાળા, બંગડીવાળા જેવા મેળાના વિવિધ સ્ટોલ નિહાળે છે અને ખરીદી કરે છે અને મેળાનો આનંદ માણે છે અને મેળાનો અનુભવ લે છે અને એકમ ૯ સ્વસ્થ રહો મસ્ત રહો એકમમાં બે પુત્રો અને પિતાને લગતું સુટેવ અને કુટેવને લગતું નાટક રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ચિરાગકુમાર પંચાલે પિતાનો આબેહુબ અને ધોતી પહેરીને વસ્ત્રપરિધાન સાથે જીવંત અભિનય કર્યો હતો અને બંને નાટકમાં ખુબ જ સુંદર એક્ટિંગ કરી હતી. સુંદર અને દમદાર ડાયલોગ સાથે ખુબ જ આબેહુબ અને શાનદાર એક્ટિંગ કરી હતી. નવીન પર્યાવરણ વિષયના પાઠ્યપુસ્તકની તાલીમમાં નાટયીકરણમાં ચિરાગ પંચાલે લાજવાબ એકિટંગ કરીને સૌના મન મોહી લીધા હતા. ચિરાગ પંચાલે વર્ષ ૨૦૨૪ માં પર્યાવરણ વિષયની તાલીમમાં ગ્રામસભાના નાટયીકરણમાં સરપંચનો અને વર્ષ ૨૦૨૫ માં સાપ અને મદારી એકમ માટે મદારીનો અને ૭૮૬ કુલીનો સારી દુનિયા કા બોઝ હમ ઉઠાતે હૈ…ગીત દ્વારા અદભુત રીતે રોલ કર્યો હતો.