મહિસાગરના ગોધર તાલુકા મથક સરકારી કચેરીઓમાં ઈન્ટરનેટ ધીમું ચાલતા અરજદારોને હાલાકી

મહિસાગર જિલ્લામાં નવા બનેલા ગોધર તાલુકા મથક ખાતે સરકારી કચેરીઓ શ‚ કરી દેવાઈ પરંતુ ઈન્ટરનેટ સુવિધા નહિ હોવાથી જી-સ્વાનની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલે છે. જેના કારણે સરકારી કચેરીના કામે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં નવીન ધોષિત ધરાયેલા તાલુકાઓમાં મહિસાગર જિલ્લામાં ગોધરને તાલુકો જાહેર કરાયો હતો. જે બાદ ગત તા.૨ ઓકટો.થી ગોધર ખાતે સરકારી કચેરીઓનો પ્રારંભ પુર્વમંત્રી અને ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર તેમજ તત્કાલિન મંત્રી નિમીષાબેનની હાજરીમાં શ‚ કરાઈ હતી. જેને ૧૦ માસ વિતી ગયા પછી પણ મુળભુત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જ‚રી ઈન્સ્ફ્રાસ્ટ્રકચર તો આ વિસ્તારની એનજીઓ દ્વારા પુ‚ ૫ાડવામાં આવ્યુ છે. પરંતુ કોમ્પ્યુટર અને ઓનલાઈન સુવિધાઓ સાથે સજજ કર્મચારીઓ છે, પરંતુ જી-સ્વાન જેવી સુવિધા અત્યંત નબળી છે. જેને કારણે પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકોમાં એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે, માત્ર તાલુકાની જાહેરાત કરી દેવાથી અને કચેરીઓના ઉદ્ધાટનથી પ્રજાના કાર્યો પુર્ણ થતાં નથી. પરંતુ આધુનિક સમયની માંગ અને સુવિધા તથા ડિજિટલ વ્યવસ્થા ખોરંભે પડેલ હોય, પ્રજાભિમુખ કામગીરી થતી નથી. ગોધર તાલુકા મથકે જી-સ્વાન સુવિધા માટે બીએસએનએલ ના ટાવર નેટવર્કની જ‚રિયાત છે. જે અહિંથી ૯ કિ.મી.દુર ઉકરડી ખાતેથી લાઈન મેળવાઈ છે. જેના સ્થાને ગોધર ખાતે બંધ પડેલા બીએસએનએલ ટાવરને શ‚ કરી જી-સ્વાન સુવિધા પુરી પાડવા વિસ્તારના લોકોનુ માનવુ છે.