દે.બારીયા નગર પાલિકા પેટા ચુંટણીમાં ઈન્ડીયા ગઠ બંધનને છ સીટ માંથી ચાર ઉમેદવારોને જીત મેળવીને ભાજપ બે સીટમાં સંતોષ માનવો પડયો

દે.બારીયા નગર પાલિકાની પેટા ચુંટણીના પરિણામ તા.૩૦/૦૭/૨૦૨૬ના ગુરુવારે જાહેર થતા સૌ કોઈને ચોંકાવનારા છે. ભાજપના મેન્ડેટ ઉપર અગાઉ ચુંટાઈને આવેલા છ સભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ તો કરી દીધા તેઓ એજ ભાજપની નાવને ડુબાવી છે. કુલ પેટા ચુંટણીની છ સીટો માંથી માત્ર બે સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીને માંડ માંડ જીત મેળવીને સંતોષ માનવો પડયો છે. એક સીટ ઉપર રીકાઉન્ટીગની પ્રક્રિયાથી ભાજપને જીત મળી હતી. તેવું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ચાર સીટો ઈન્ડીયા ગઢ બંધનને ફાળે જતા કોંગ્રેસના અચ્છે દીન આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ માંથી સસ્પેન્ડ થયેલા ધુરંધરોમાં ગોપાલસિંહ ઝાલાએ આમ આદમી પાર્ટી માંથી પોતાની ઉમેદવારી નોંધાવીને ૮૨૭ મત પ્રાપ્ત કર્યા છે, જયારે ભાજપના ઉમેદવાર જયેન્દ્ર સી.રાઉલજીને ૮૫૪ વોટ મેળવી વિજય જાહેર થયા માત્ર ૨૭ વોટના માર્જીંગથી જીત મેળવી છે. જયારે વોર્ડ નં.૪માં પણ ભાજપ માંથી સસ્પેન્ડ કરેલા ઉમેદવારે આમ આદમી પાર્ટીના સીમ્બોલ ઉપર પોતાની ઉમેદવારી નોંધાવતા ભાજપ ઉમેદવાર તેજલબેન મહેતાને ૯૭૦ વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિધી અક્ષયકુમાર જૈનને ૧૦૭૦ વોટ મેળવતા એક સો વોટથી જીત મેળવી હતી. આ વોર્ડના એસ.ટી. કક્ષાના ઉમેદવાર સરલાબેન આર. મેંડાને ૮૨૩ વોટ મેળવ્યા. ભાજપના મંજીતાબેન પસાયાને ૭૪૮ વોટ મળતા ૭૫ વોટથી આમ આદમી પાર્ટીને જીત અપાવી છે. જ્યારે વોર્ડ નં.૫માં કોંગ્રેસના ઉમેદવારો ઉભા રાખતા સીધી ટકકર સામે ભાજપના નિમેશકુમાર (વિપુલ પટેલ) ૧૦૯૫ના મત સામે ૧૦૧૪ વોટ મળતા ૮૧ વોટથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષયકુમાર સુથારે જીત મેળવીને ભાજપના પ્રભેત્વવાળી સીટ પર કબ્જો જમાવી દીધો છે. જ્યારે ભાજપના એસ.ટી. ઉમેદવાર વર્ષાબેન ૮૦૮ વોટ મળતા કોંગ્રેસના એસ.સી. ઉમેદવાર લક્ષ્મીબેન હરીજન ૮૪૫ વોટ મેળવતા માત્ર ૩૭ વોટના માર્જીંગથી જીત મેળવી હતી અને તમને જણાવી દઈએ કે, આ કોંગ્રેસ પાર્ટીએ એક મહિલા ગરીબ ડોર ટુ ડોર કર્મચારી કલેકશન કરતા મહિલા કર્મીને ઉમેદવાર બનાવ્યા હતા. તે બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો અને તેમની ખુશી સમાતી ન હતી. એકંદરે પાલિકાની કમાણીની લડાઈ બોડી બહુમતની સંખ્યા ઓછી થઈ ગઈ છે. આ બોડી કેટલો સમય ટકશે કે નહિ તેવું આમ જનતામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.