
ગોધરા શહેરના વ્હોરાવાડ વિસ્તારના આમલી ફળિયામાં વીજ કેબલમાં અચાનક સ્પાર્ક થયો હતો. સ્પાર્કિંગના કારણે કેટલાક વીજ કેબલો તૂટીને જમીન પર પડ્યા હતા, જેનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અકસ્માતની આશંકા ઊભી થઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક એમજીવીસીએલને જાણ કરી હતી. માહિતી મળતા જ સાવચેતીના ભાગપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
ઘટના બાદ એમજીવીસીએલની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે નુકસાનગ્રસ્ત વીજ કેબલોનું નિરીક્ષણ કરીને સમારકામની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ હોવાનું નોંધાયું નથી.